ઉમાશંકર જોશીની ૧૧૩મી જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તા. 21/07/2023 ને શુક્રવારના રોજ ૧૧:૩૦ થી ૦૩:૦૦ ક્લાકે વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે ઉમાશંકર જોશી દ્વારા અને ઉમાશંકર જોશી પર પ્રકાશિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું તથા ગુજરાતી વિભાગ દ્વારા ઉમાશંકર જોશીના કાવ્ય માધુર્ય પર શ્રી અરવિંદ બારોટ તથા ઉમાશંકર જોશીની વાર્તાના રસસ્થાનો પર રામ મોરી દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.