વિશ્વ મહાપુરૂષ સ્વામી વિવેકનંદ ની ૧૫૬મી જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તારીખ ૧૨-૦૧-૨૦૧૯, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની સિડનહામ લાયબ્રેરી દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન આધારિત વ્યાખ્યાન, ક્વિઝ સ્પર્ધા, પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ. રામકૃષ્ણ પરમહંસ મિશન સંસ્થાના શ્રી સુરેશભાઇ દ્વારા સ્વામીજીના જીવન વિશેના પ્રેરક પ્રસંગોને ઉજાગર કરવામાં આવ્યા અને તેના વિશે વિધાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. ક્વિઝ સ્પર્ધામાં એમ.એ સેમ-૪ ના વિદ્યાર્થી કોરી રાજેશ જે. એ પ્રથમ સ્થાન મેળવેલ હતું. સ્વામીજીના જીવન પ્રસંગ આધારિત પુસ્તકો, ચલચિત્રો, સ્ટીકર્સ વગેરેનું પ્રદર્શન પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.