માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૫મા જન્મદિન નિમિત્તે આયોજિત “અમૃતપર્વ: સ્વદેશી થી વિકસિત ભારત” અંતર્ગત “સ્વદેશી વિચારથી આચાર સુધી” વિષય પર તા. 30/09/2025, મંગળવારના રોજ વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય, ગુજરાત કોલેજ ખાતે સવારના 12:00 થી સાંજના 4:00 કલાક સુધી પુસ્તક પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત કોલેજના અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન 115થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ હાજરી આપી હતી. પુસ્તક પ્રદર્શન સાથે ખાદી ભંડાર દ્વારા સ્વદેશી ખાદી વસ્ત્રોના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌ તરફથી અત્યંત સારું પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમ દરમ્યાન પુસ્તકોનું વાંચન તેમજ “સ્વદેશી વિચારથી આચાર સુધી” વિષયક ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક વર્ગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રવૃત્તિઓથી સ્વદેશી સાહિત્ય પ્રત્યે જાગૃતિ સાથે સાથે સ્વદેશી જીવન મૂલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા મળી હતી. Vedio