શનિવાર, ૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બપોરે ૨:૩૦ કલાકે ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે એક વિશિષ્ટ સાહિત્યિક અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ સત્રમાં માઈક્રોબાયોલોજી વિભાગના પ્રાધ્યાપક શ્રી ચૈતન્ય ઝા દ્વારા “Microbes and You” (લેખક: Wedberg, Stanley E, પ્રકાશક: Oxford & IBS Publishing Co.) ના અભ્યાસગ્રંથ પર વિગતવાર ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને પ્રસિદ્ધ લેખક શ્રી નિસર્ગ આહીરએ તેમની નવલકથા “કાયા” (પ્રકાશક: પાર્શ્વ) વિશે તેમની સર્જનપ્રક્રિયા અને લેખન અનુભવ વહેંચ્યા. આ દરમિયાન તેમણે નવલકથાના વિષય, પાત્રવિન્યાસ, અને સમાજપ્રેરિત મુદ્દાઓ પર ચર્ચા કરી.
આચાર્ય શ્રી પંકજકુમાર બી. સોલંકી સાહેબ અને કોલેજના ૧૦૦થી વધુ અધ્યાપકશ્રીઓ/સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. પ્રોગ્રામનું સંચાલન પ્રા. સોનીયા પટેલ દ્વારા અત્યંત વ્યવસ્થિત અને અસરકારક રીતે કરવામાં આવ્યું.
બંને સત્ર પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો માટે હળવા ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન સર્વેના અભિપ્રાયો લેવામાં આવ્યા. ગ્રંથાલય સમિતિના અધ્યક્ષે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહેમાનો અને સ્ટાફ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
આ કાર્યક્રમ દરેક રીતે સફળ અને પ્રેરણાદાયક બન્યો, અને તેનું આયોજન ગ્રંથાલય સમિતિના વ્યવસ્થિત આયોજનનું પ્રતિબિંબ હતું.