ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ની વીર શહીદ વિનોદ કિનારીવાલા લાઈબ્રેરી ખાતે તા. 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતી માતૃભાષા વિષયક વિશેષ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોમાં માતૃભાષા પ્રત્યે ગૌરવભાવ વિકસાવવાનો તથા ભાષાકીય વૈવિધ્યતા અંગે જાગૃતિ લાવવાનો હતો.

આ પ્રદર્શનમા ગુજરાતી સાહિત્યની ક્લાસિક અને આધુનિક કૃતિઓ, વ્યાકરણગ્રંથો, કાવ્યો, નવલકથાઓ, નિબંધસંગ્રહો, ગુજરાતી ભાષાના ઇતિહાસ અને વિકાસ વિષયક પુસ્તકો સાથે સાથે વિવિધ પ્રકારના ગુજરાતી શબ્દકોશ (Dictionary) અને દ્વિભાષી શબ્દકોશો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને ભાષા જ્ઞાન વધારવા અને શબ્દભંડોળ સમૃદ્ધ બનાવવા પ્રેરણા મળી.

વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન નિહાળી માહિતી મેળવી અને વાંચન પ્રત્યે વિશેષ રસ દર્શાવ્યો. આ કાર્યક્રમ દ્વારા માતૃભાષા પ્રત્યે લાગણી, ગૌરવ અને સંસ્કૃતિ સાથેનો જોડાણ વધુ મજબૂત બન્યું.

સ્થળ: વીર શહીદ વિનોદ કિનારીવાલા લાઈબ્રેરી
તારીખ: 21 ફેબ્રુઆરી
આયોજક: લાઈબ્રેરી વિભાગ, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ

Attendance