તારીખ ૧૧/૦૮/૨૦૨૩ ના રોજ ગુજરાત યુનીવર્સીટીના પી.જી. સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ ગુજરાત કોલેજની મુલાકાત લીધી હતી તથા અત્રેની કોલેજના સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ
માટે અત્યંત દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન નું આયોજન કરેલ હતું સાથે સાથે પુસ્તકોની સાચવણી, પુસ્તકો કઈ રીતે શોધવા, પુસ્તકને શોધવામાં OPACનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, ઉચ્ચ અભ્યાસ અને કોઈપણ પ્રકારના અભ્યાસમાં પુસ્તકની ઉપયોગિતા વગેરે અનેક ઝીણી ઝીણી બાબતો અંગે વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન પણ આપ્યું તેમજ ગ્રંથાલયના તમામ વિભાગોનો વિદ્યાર્થીઓને પરિચય આપવામાં આવ્યો. ઉપરોક્ત પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ , અધ્યાપકો તેમજ સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.