વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે, જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેમજ ગ્રંથાલયના પ્રિન્ટ અને ડિજિટલ સ્રોતોનો વ્યાપક ઉપયોગ થાય તે હેતુસર કોલેજ દ્વારા “Best Library User Award” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત, ઈ-જર્નલ્સ તથા ડિજિટલ સ્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપી સંશોધન પ્રવૃત્તિમાં વધારો થાય અને વિદ્યાર્થીઓમાં ગ્રંથાલય પ્રત્યે સકારાત્મક વલણ વિકસે તે પણ આ યોજનાનો મુખ્ય હેતુ છે.

તે અન્વયે વર્ષ ૨૦૨૫-૨૬ માટે નીચે દર્શાવેલ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા:

  • PRAPTI BHAVESHKUMAR PATEL (S.Y.B.A., Roll No. 225) – આર્ટ્સ વિદ્યાશાખા
  • SAVALIYA KRISH ARVINDBHAI (S.Y. B.Sc., Roll No. 244) – સાયન્સ વિદ્યાશાખા

વધુમાં, ONOS (One Nation One Subscription) અંતર્ગત ઈ-જર્નલ્સના સર્વાધિક ઉપયોગ માટે Mr. Ravirajsinh Jadav (Ph.D. Student, Physics Department) ને પણ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

આજ રોજ તા. 11/04/2026ના રોજ કોલેજના સામાન્ય ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત નેહરુ હોલ ખાતે ઉપરોક્ત વિદ્યાર્થીઓને “Best Library User Award” એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ, ડિજિટલ લાઇબ્રેરીના ઉપયોગ તથા સંશોધન પ્રવૃત્તિ પ્રત્યે ઉત્સાહ વધે તેવો ઉદ્દેશ્ય રહેલો છે.