VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Best Library User Award (2025-26)

By

gasclibrary

/

May 4, 2026

વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે, જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેમજ ગ્રંથાલયના પ્રિન્ટ અને ડિજિટલ સ્રોતોનો વ્યાપક ઉપયોગ થાય તે હેતુસર કોલેજ દ્વારા “Best Library User Award” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત, ઈ-જર્નલ્સ તથા ડિજિટલ સ્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપી સંશોધન પ્રવૃત્તિમાં વધારો થાય અને વિદ્યાર્થીઓમાં ગ્રંથાલય પ્રત્યે સકારાત્મક વલણ વિકસે તે પણ આ યોજનાનો મુખ્ય હેતુ છે.

તે અન્વયે વર્ષ ૨૦૨૫-૨૬ માટે નીચે દર્શાવેલ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા:

  • PRAPTI BHAVESHKUMAR PATEL (S.Y.B.A., Roll No. 225) – આર્ટ્સ વિદ્યાશાખા
  • SAVALIYA KRISH ARVINDBHAI (S.Y. B.Sc., Roll No. 244) – સાયન્સ વિદ્યાશાખા

વધુમાં, ONOS (One Nation One Subscription) અંતર્ગત ઈ-જર્નલ્સના સર્વાધિક ઉપયોગ માટે Mr. Ravirajsinh Jadav (Ph.D. Student, Physics Department) ને પણ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

આજ રોજ તા. 11/04/2026ના રોજ કોલેજના સામાન્ય ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત નેહરુ હોલ ખાતે ઉપરોક્ત વિદ્યાર્થીઓને “Best Library User Award” એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ, ડિજિટલ લાઇબ્રેરીના ઉપયોગ તથા સંશોધન પ્રવૃત્તિ પ્રત્યે ઉત્સાહ વધે તેવો ઉદ્દેશ્ય રહેલો છે.