તારીખ: ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬
સ્થળ: ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અનુસ્નાતક (PG) વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદના ગ્રંથાલયની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ગ્રંથાલયના અસરકારક ઉપયોગ, માહિતી શોધવાની પદ્ધતિઓ તેમજ શૈક્ષણિક અને સંશોધન કાર્ય માટે ઉપલબ્ધ વિવિધ માહિતી સ્રોતોનો પરિચય કરાવવાનો હતો.


























મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ગ્રંથાલયની વિવિધ સેવાઓ, Book Search/OPAC દ્વારા પુસ્તકો શોધવાની રીત તથા શૈક્ષણિક અભ્યાસમાં વાંચનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ગ્રંથાલયના વિવિધ વિભાગો, પુસ્તકો, સંદર્ભ સામગ્રી તથા ઉપલબ્ધ અન્ય માહિતી સ્રોતોનો પરિચય મેળવ્યો.
અનુસ્નાતક અભ્યાસ તથા સંશોધન કાર્યને ધ્યાનમાં રાખીને Project, Assignment અને Literature Review કેવી રીતે તૈયાર કરવું તે અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી. સાથે જ ONOS (One Nation One Subscription) દ્વારા ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય જર્નલ્સ તથા વિવિધ e-Resourcesમાંથી જરૂરી સંશોધન લેખો શોધવાની અને તેનો શૈક્ષણિક ઉપયોગ કરવાની રીત સમજાવવામાં આવી.
આ ઉપરાંત, સંશોધન તથા શૈક્ષણિક લેખનમાં Citation અને વિવિધ Citation Stylesના યોગ્ય ઉપયોગ તેમજ Plagiarismથી બચવા માટેની જરૂરી તકેદારીઓ અંગે પણ વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપવામાં આવી.
આ સમગ્ર માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ ડૉ. સંદીપ પટેલ, ગ્રંથપાલ દ્વારા આપવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સમગ્ર મુલાકાત વિદ્યાર્થીઓ માટે માહિતીપ્રદ અને શૈક્ષણિક રીતે ઉપયોગી રહી. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેની રુચિ, માહિતી શોધવાની ક્ષમતા, ડિજિટલ માહિતી સ્રોતોના અસરકારક ઉપયોગ તથા સંશોધન કૌશલ્યને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો.
માર્ગદર્શન અને તાલીમ
ડૉ. સંદીપ પટેલ
ગ્રંથપાલ
ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ
સંયોજક
રાજેન્દ્ર જાની અને સંગીતા પટેલ
સમાજશાસ્ત્ર વિભાગ
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ