વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય તથા સપ્તધારાની સમુદાયિક સેવા ધારાના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત તા. ૧૨/૦૧/૨૦૨૬, સોમવારના રોજ વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે સ્વામી વિવેકાનંદજીના જીવન, વિચારો અને દર્શન પર આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રદર્શન સવારે ૧૧:૩૦ કલાકથી બપોરે ૦૪:૩૦ કલાક સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું.
પ્રદર્શનમાં સ્વામી વિવેકાનંદજીના જીવનપ્રસંગો, પ્રેરણાદાયી વિચારો, યુવા જાગૃતિ તથા રાષ્ટ્રીય ચેતના વિષયક વિવિધ પુસ્તકો રજૂ કરવામાં આવ્યા હતા. કોલેજના કુલ ૧૧૫ જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ ઉપરાંત, મુખ્ય બિલ્ડીંગના એમ–૯ કક્ષામાં બપોરે ૦૨:૦૦ કલાકે સ્વામી વિવેકાનંદજીના જીવન અને સંદેશ પર આધારિત પ્રેરણાત્મક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાન દરમિયાન વક્તાએ સ્વામી વિવેકાનંદજીના આત્મવિશ્વાસ, શિસ્ત, રાષ્ટ્રભાવના અને યુવાનો માટેના માર્ગદર્શન વિષે વિસ્તૃત રીતે માર્ગદર્શન આપ્યું હતું. કુલ ૧૧૫ જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની હાજરી સાથે સમગ્ર કાર્યક્રમ પ્રેરણાદાયી અને સફળ સાબિત થયો હતો.





















