VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Book Exhibition on Freedom, Culture and Nation-Building

સ્વાતંત્ર્ય, સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણ : પુસ્તક પ્રદર્શન

ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદના વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા તા. 12 ઓગસ્ટ 2026ના રોજ “સ્વાતંત્ર્ય, સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણ : પુસ્તક પ્રદર્શન”નું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેની રુચિ, રાષ્ટ્રભાવના તથા જ્ઞાનપ્રાપ્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ પુસ્તક પ્રદર્શનમાં ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, રાષ્ટ્રનિર્માણ, મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રનાયકો, ભારતીય સંસ્કૃતિ, ભારતનો ગૌરવશાળી ઇતિહાસ તથા રાષ્ટ્રજીવન સાથે સંકળાયેલા વિવિધ વિષયો પર આધારિત પસંદગીના પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

આ પુસ્તક પ્રદર્શન Reference Library Building ખાતે સવારે 11:30 થી સાંજે 04:30 કલાક દરમિયાન યોજાયું હતું. પ્રદર્શનમાં કોલેજના કુલ 162 વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ પુસ્તકોનું અવલોકન કર્યું.

પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને ભારતના ગૌરવશાળી ઇતિહાસ, સ્વાતંત્ર્યસંગ્રામના પ્રેરણાદાયી પ્રસંગો, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવો તથા ભારતીય સંસ્કૃતિ વિશે જાણવાની તક મળી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચવા અને પુસ્તકાલયના વિવિધ સ્રોતોનો વધુમાં વધુ ઉપયોગ કરવાની ભાવનાને પણ પ્રોત્સાહન મળ્યું.

આ સમગ્ર આયોજનને કોલેજ પરિવાર તરફથી સારો પ્રતિસાદ મળ્યો. કુલ 162 વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓની સહભાગિતાએ પુસ્તક પ્રદર્શનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આ કાર્યક્રમ દ્વારા પુસ્તકાલયે વાંચન સંસ્કૃતિ, જ્ઞાનપ્રાપ્તિ અને રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહન આપવાનો એક સુંદર અને સકારાત્મક પ્રયાસ કર્યો.

Attendance